હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બહાર મળે એવા ટેસ્ટી અને ક્રિસ્પી દાળવડા , દાળ વડા ઘરે બનાવવા ખૂબ જ સરળ છે અને બજાર કરતાં પણ ચોખ્ખા અને ઓછા ભાવમાં દાળવડા આપણે ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકીએ છીએ તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 25 – 30 મિનિટ
સર્વિંગ : 5 થી 6 વ્યક્તિ
સામગ્રી :
1.5 કપ મગની મોગર દાળ
1/2 કપ મગની ફોતરાવાળી દાળ
4 થી 5 તીખા લીલા મરચાં
1 નાનો ટુકડો આદુ
4 થી 5 કળી લસણ (જો તમારે નાખવું હોય તો)
1 ચમચી સૂકા ધાણા
1 ચમચી જીરું
મીઠું સ્વાદ પ્રમાણે
સમારેલી કોથમીર
2 ચમચી ચોખાનો લોટ
તેલ તળવા માટે
મસાલો બનાવવા માટે :
લાલ મરચું
થોડો ચાટ મસાલો
થોડું મીઠું
સંચળ
ગરમ મસાલો
દળેલી ખાંડ
આમચુર પાવડર
સર્વિંગ માટે :
તીખી ચટણી
મીઠી ચટણી
તળેલા મરચા
રીત :
1) સૌથી પહેલા બન્ને દાળને સાફ કરીને બે થી ત્રણ વાર પાણીથી ધોઈ લો પછી એમાં પાણી ઉમેરીને ચાર થી પાંચ કલાક માટે એને પલાળીને રાખો

2) ચાર-પાંચ કલાક પછી દાળ સરસ રીતે પલડી જાય એટલે એને ભાર દઈને થોડું મસળી લો જેથી મગની દાળના વધારાના છોતરા નીકળી જશે હવે આ પાણી નિતારી લો

3) એક મિક્ષર જાર લઈને એમાં પાણી નીતારેલી દાળ નાખીશું એની સાથે જ આદુ – મરચાં , જીરું અને સૂકા ધાણા નાંખવા અને પાણી વગર જ આને વાટીને તૈયાર કરી લેવાનું

4) આ દાળને એકદમ ઝીણી નથી વાટવાની આ રીતે એને થોડું કરું રાખવાનું છે આમાં થોડા મગની દાળના દાણા પણ દેખાય એવું એને વાટીને તૈયાર કરવાનું છે હવે આને એક વાસણમાં લઈ લઈશું અને એને થોડું ફેટી લેવાનું થોડી વાર પછી એમાં મીઠું અને ચોખાનો લોટ નાખીને ફરીથી ફેટતા જાવ

5) તમે જોશોતો ખીરું થોડું હલકું બનશે અને એનો કલર પણ બદલાતો જશે ખીરું પરફેક્ટ બન્યું છે કે નહીં એ ચેક કરવા માટે એક વાટકીમાં થોડું પાણી લો અને એમાં આ રીતે થોડું ખીરું નાખો જો એ ઉપર તરે તો સમજવું કે ખીરું પરફેક્ટ રીતે બનીને તૈયાર છે જો ખીરું પાણીમાં નીચે બેસી જતું હોય તો હજુ એને બે ત્રણ મિનિટ ફેટો

6) મસાલો બનાવવા બધી સામગ્રી એક વાટકીમાં લઇ સરસ રીતે મિક્ષ કરી લો આ મસાલો તમે કોઈ ઓન ભજીયાની ઉપર છાંટવા માટે ઉપયોગ કરી શકો છો

7) હવે દાળવડા બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તે એકદમ સરસ ગરમ થાય એટલે એમાં આ રીતે મીડિયમ સાઇઝના દાળવડા બનાવવા હાથ થી ના ફાવે તો તમે ચમચીથી પણ બનાવી શકો છો મીડીયમ ગેસ ઉપર આને અધકચરા તળી ને તૈયાર કરવાના છે આ રીતે થોડા તળાઈ જાય એટલે એક વાસણમાં લઈ લઈશું અને આ જ રીતે બાકીના તળીને તૈયાર કરવાના

8) ફરીથી તેલ ને એકદમ સરસ ગરમ કરો હવે જે દાળવડા તળીને રાખ્યા છે એને એકદમ ગરમ તેલમાં નાખો અને હવે મીડીયમ થી ફાસ્ટ ગેસ ઉપર એને સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા ના તમારે આ રીતે અધકચરા દાળવડા પહેલાથી બનાવીને તૈયાર રાખવા હોય તો પણ રાખી શકો અને જ્યારે સર્વ કરવા હોય ત્યારે આ રીતે તળી ને તમે સર્વ કરી શકો છો

9) હવે મરચાને તળવા માટે આ રીતે ધોઈને લૂછી ને સમારી દો અને પછી કાણાવાળા વાડકામાં એને આ રીતે તળીને તૈયાર કરી લેવા

10) હવે આ સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી દાળવડા બનીને તૈયાર છે આના સર્વિંગના સમયે આપણે જે મસાલો તૈયાર કર્યો એ આના ઉપર છાંટીશું અને એની સાથે તીખી-મીઠી ચટણી અને તળેલા મરચાં સર્વ કરીશું
