અમદાવાદનાં માણેકચોકનું ફેમસ જામુન શોટ્સ ફક્ત બે જ મિનિટમાં ઘરે બનાવો । Jamun Shots | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અમદાવાદ માણેકચોક નું ફેમસ જામુન શોટ્સ આ ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને જો તમે જાંબુને ફ્રોઝન કરીને રાખ્યા હોય તો સીઝન વગર પણ તમે આની મજા માણી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લેઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 2 – 3 મિનિટ

સર્વિંગ : 4 – 5 નાના ગ્લાસ

સામગ્રી :

250 ગ્રામ પાકા મોટા જાંબુ

2 ચમચી ખાંડ

મીઠું

બરફના ટુકડા

ઠંડુ પાણી

રીત :

1) સૌથી પહેલા જાંબુ ને ધોઈને સમારીને ઝીપ પાઉચમાં ભરીને ફ્રીઝરમાં પાંચ થી છ કલાક માટે મૂકી દો

2) હવે એક મિક્સર  જાર લઈશું મિક્સરમાં ફ્રોઝન કરેલા જાંબુ , ખાંડ , મીઠું બરફના ટુકડા આ બધું નાખીને ચર્ન કરી લો

3) એમાં જરૂર પ્રમાણે એક થી બે ચમચી જેટલું ઠંડું પાણી નાખીને ફરીથી એને ચર્ન કરો આ મિશ્રણ પાતળુંના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું

4) સર્વિંગ માટેના ગ્લાસ તૈયાર કરવા માટે આ રીતના નાના ગ્લાસ લઈને એની કિનારી ઉપર લીંબુનો રસ લગાવો પછી એને મીઠાથી આ રીતે ડેકોરેટ કરો

5) બનાવેલો જામુન શોટ્સ આમાં લઈ લો

6) હવે આ સરસ મજાનો ટેસ્ટી અને યમ્મી બનીને તૈયાર છે 

Watch This Recipe on Video