વલોણાનું દાણાદાર ઘી ઘરે બનાવાની પરફેક્ટ રીત । How to make Ghee | Pure Ghee at Home | Shreejifood

હેલ્લો ફ્રેન્ડ આજે આપણે જોઇશું કે ઘરે વલોણા નું ઘી કેવી રીતે બનાવવું તમે ઘણી બધી જગ્યાએ ડેરીમાં જો લખેલું વાંચ્યુ હોય તો ત્યાં મલાઈનું ઘી , માખણ નું ઘી , વલોણા નું ઘી એવું લખેલું હોય છે તો દરેક ઘી ના કલરમાં અને ટેક્ષ્ચર માં થોડો ઘણો ફરક હોય છે વલોણા નું ઘી એકદમ સરસ દાણાદાર હોય છે જે ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે તો ચાલો આવું સરસ ઘી ઘરે કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનીટ

સામગ્રી :

1 થી 1.250 કિલો મલાઈ

4 ચમચી દહીં

1.5 – 2  લીટર પાણી

બરફના ટુકડા

રીત :

1) સૌથી પહેલા દૂધ ગરમ કરીને ઠંડુ થાય એટલે ફ્રિજમાં મૂકીને બીજા દિવસે એની મલાઇ ને એક મોટા વાસણમાં ભેગી કરતા જવું આ રીતે દસ થી પંદર દિવસની કે એક થી સવા કિલો જેટલી મલાઈ ભેગી થાય એટલે એને ફ્રીઝમાંથી બહાર કાઢી લેવાની એ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે એને એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ ગરમ કરવા માટે મૂકો આને આપણે મધ્યમ ગેસ ઉપર ગરમ કરીશું

2) જે રીતે દહીં જમાવવા માટે દૂધને ગરમ કરીએ છીએ એ જ રીતે આપણે મલાઈને ગરમ કરવાની છે મલાઈ ગરમ થાય એટલે ગેસ બંધ કરીને એમાં મેળવળ નાખો જે મેળવળ માટે દહીં આપણે જે ઉપયોગમાં લઇએ એને ઠંડુ ઉપયોગમાં નથી લેવાનું એ રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ એને મેળવળ માટે ઉપયોગમાં લેવું આ રીતે મેળવળ ઉમેરી દઈએ પછી એને સરસ રીતે હલાવીને મિક્ષ કરી આઠ થી દસ કલાક માટે કે આખી રાત માટે બહાર જ રહેવા દો

3) બીજા દિવસે તમે જોશો તો આ મલાઈમાંથી સરસ રીતે દહીં જામીને તૈયાર થઈ ગયું હશે આને તમારે તરત જ માખણ બનાવવા માટે ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકો છો પણ જો એક દિવસ ફ્રીઝમાં મૂકી દઈએ તો પછી માખણ વધારે ઉતરે છે અને એને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો તો આને હવે એક દિવસ માટે ફ્રિઝમાં મૂકી દઈશું બીજા દિવસે તેને ઉપયોગમાં લેવાના અડધો કલાક પહેલા ફ્રીઝમાંથી બહાર કાઢી લઈશું હવે જે જામેલુ દહીં છે એને એક મોટા વાસણમાં લઈ લઈશું પછી એમાં ટેમ્પરેચર પાણી નાખો

4) આ રીતનું વલોણું આવે છે એને આના ઉપર મૂકી દઈશું આને પહેલા એને બે મિનિટ ધીમી સ્પીડ પર અને પછી બે મિનિટ ફાસ્ટ સ્પીડ ઉપર ફેરવી દઈશુ ચાર થી પાંચ મિનિટ પછી તમે જોશો તો આ રીતે ક્રીમ અને છાશ અલગ થઈ ગઈ હશે

5) આ રીતે ક્રીમ અલગ થાય પછી આપણે આમાં બરફના ટૂકડાં નાખીશું અને ફરીથી વલોણા ને બે મિનિટ માટે હાઈ સ્પીડ પર ફેરવી લેવું જેથી જે ક્રીમ બનીને તૈયાર થયું છે એ માખણ બની જશે આવી રીતે સરસ માખણ બની જાય પછી એને કઠણ કરવા માટે હજુ થોડો બરફ નાખીશું માખણ એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દો પછી છાશમાંથી માખણ કાઢીને એક જાડા તળિયાવાળી કે નોન સ્ટિક કડાઈમાં લઈ લઈશું

6) જે માખણ બનાવ્યું છે એમાંથી બે લીટર જેટલી છાશ બનીને તૈયાર થાય છે અને આપણે મલાઈને જમાવીને છાસ બનાવી છે એટલે આમાં બિલકુલ પણ કડવાશ નથી હોતી તો તમે આને ઉપયોગમાં લઈ શકો છો

7) માખણ ને ધીમા ગેસ ઉપર આપણે ગરમ થવા માટે મૂકીએ મલાઈ ગરમ થવા લાગે એટલે તેને હલાવતા રહેવાનું અને બને ત્યાં સુધી જાડા તળિયાવાળી કડાઈ ઉપયોગમાં લેવાની જેથી ઘી નીચે ચોંટે નહીં આ રીતે આનું કિટ્ટ બ્રાઉન કલરનું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને ઠંડુ થવા દેવાનું છે

8) પછી આપણે ઘી ને એક વાસણમાં લઈ ગાળી લઈશું ઘી રૂમ ટેમ્પરેચર પર આવે પછી અને થોડીવાર માટે ફ્રિઝમાં મૂકી દઈશું

9) આ રીતનું એકદમ સરસ દાણાદાર ઘી બનીને તૈયાર થઇ જશે આને તમે બહાર જ સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video