હેલ્લો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું “ જુવાર ના વડા” જેને દેસાઈ વડા પણ કહે છે આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને આને તમે બનાવી ને બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
આથો લાવવા માટે નો સમય : 7 – 8 કલાક
બનાવવાનો સમય : 15 મિનિટ
સર્વિંગ : 2 – 3 વ્યક્તિ
સામગ્રી :
1 કપ જુવારનો લોટ
2 ચમચી ઘઉંનો ઝીણો લોટ
1/2 કપ ખાટું દહીં
1/2 ચમચી હળદર
1/2 ચમચી લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
થોડો ગરમ મસાલો
1 મોટી ચમચી વાટેલા આદુ-મરચાં
1 ચમચી ગરમ તેલ
તેલ તળવા માટે
રીત :
1) સૌથી પહેલા એક વાટકામાં બંને લોટ અને દહીં મિક્સ કરો પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આનું ઘટ્ટ ખીરું બનાવીને તૈયાર કરી લો આના ઉપર ઢાંકણ ઢાંકીને આને ૭ થી ૮ કલાક માટે કે આખી રાત માટે કોઈ ગરમ જગ્યાએ આથો લાવવા માટે મૂકી દો

2) ૭ થી ૮ કલાક પછી તમે જોશો તો આ ખીરું આથો આવીને તૈયાર થઈ ગયું હશે ઢોકળા ના લોટ માં જેવો આથો એવો આથો આમાં નહીં આવે પણ આ ખીરું થોડું પાતળું થયું હશે હવે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું કદાચ જો તમારાથી આ ખીરું પાતળું થઈ જાય તો તમે આ સમયે આમાં થોડો સોજી મિક્સ કરી શકો છો

3) હવે બાકીના બધા મસાલા કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરો

4) મિક્સ થઇ જાય પછી આમાં એક મોટી ચમચી ગરમ તેલ નાખીને આપણે મિક્સ કરીશુ

5) હવે આને તળવા માટે તેલ ગરમ કરવા માટે મુકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરીને આ રીતે વડા બનાવતા જાવ તમને જરૂર લાગે તો પાણીવાળો હાથ કરીને પણ વડા બનાવી શકો છો અને જો હાથ થી વડા બનાવતા ના ફાવે તો ચમચી પણ બનાવી શકાય વડા ને મીડીયમ ગેસ ઉપર તળવાના છે અને થોડી થોડી વારે તેને ફેરવતા રહેવું જેથી બધી બાજુથી એનો સરસ કલર આવે વડા સરસ આવા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એટલે આપણે બહાર લઈ લઈશું અને આ જ રીતે બીજા તળીને તૈયાર કરીશું

6) જે વડા બનાવીને તૈયાર કર્યા એ ઉપરથી આ રીતે થોડા ક્રિસ્પી અને અંદરથી આવા સરસ જાળીદાર બને છે વડા ને સર્વિંગ પ્લેટમાં લઇ લઈશું

7) હવે આ સરસ મજાના જુવાર ના વડા કે દેસાઈ વડા બનીને તૈયાર છે આ ઠંડા થાય એટલે તમે ડબ્બામાં ભરીને આને સ્ટોર કરી શકો છો
