એકનું એક ફરાળ ખાઈને કંટાળી ગયા છો તો ઉપવાસમાં બનાવો ફરાળી ઢોસા,સાંભર ,મસાલેદાર સ્ટફિંગ -ટેસ્ટી ચટણી

હેલ્લો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય એવી સાઉથ ઇન્ડિયન રેસીપી જેમાં આપણે ફરાળી ઢોસા , સાંભર ,ટોપરાની ચટણી અને બટાકાનું સ્ટફિંગ બનાવીશુંતો એક જ જાતનું ફરાળ ખાઈને કંટાળી ગયા હોવ તો આ રેસીપી જરૂર ટ્રાય કરજોતો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનીટ

બનવવાનો સમય : 40 મિનીટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

ઢોસા બનાવવા માટે :

1 કપ મોરૈયો

1/2 કપ સાબુદાણા

2 લીલા મરચા

1/2 ચમચી જીરું

તેલ / ઘી

લાલ ચટણી કે મરચું

કોથમીર

સાંભર બનાવવા માટે :

1 બટાકું

1 નાનો ટુકડો દુધી

થોડું સૂરણ

1 ટામેટું

1 ગાજર

1/4 કપ પલાળેલા સીંગ દાણા

પાણી જરૂર પ્રમાણે

1/2 ચમચી હળદર

1 ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરું

મીઠું સ્વાદ પ્રમાણે

2 ચમચી ગોળ

આંબલી

મીઠો લીંબડો

2 ચમચી તેલ

સુકું લાલ મરચું

કોથમીર

સ્ટફિંગ બનાવવા માટે :

5 બાફેલા બટાકા

2 – 3 ચમચી તેલ

જીરું

2 લીલા મરચા

1/2 ચમચી હળદર

1 ચમચી ધાણાજીરું

મીઠું

1/2 ચમચી સાંભર મસાલો

કોથમીર

ચટણી બનાવવા માટે :

4 – 5 ચમચી લીલું ટોપરું

લીલા મરચા

1 ચમચી દહીં

મીઠો લીંબડો

1 ચમચી ખાંડ

મીઠું

પાણી

1/2 ચમચી તેલ

જીરું

ફરાળી સાંભર મસાલો બનાવવા માટે :

1 ચમચી સુકા ધાણા

1 ચમચી જીરું

1 ચમચી સીંગદાણા

4 સુકા કાશ્મીરી મરચા

મીઠો લીંબડો

ચપટી હળદર

1/2 ચમચી લાલ મરચું

મીઠું

રીત:

1) સૌથી પહેલા ઢોસા બનાવવા માટે મોરૈયો અને સાબુદાણાને ધોઈને ૪ – ૫ કલાક માટે પલાડીને રાખો પછી મોરૈયા નું પાણી નીતરી લો અને એને મિક્ષરમાં લઇ લો સાથે બાકીની સામગ્રી ઉમેરી પાણી વગર આને વાટી લો અને ઢાંકીને મૂકી દો

2) સાંભર બનાવવા શાકભાજીને છોલીને સમારી લો અને એને એક કુકરમાં લઇ લો પછી એમાં હળદર મીઠું સીંગ દાણા અને પાણી ઉમેરી કુકરની ૪ – ૫ વ્હીસલ કરી લો

3) એક પેન ગરમ કરવા માટે મૂકો પછી એમાં સૂકા ધાણા , જીરુ , સીંગદાણા અને સૂકા કાશ્મીરી મરચાં નાખીને એને થોડું શેકો એ શેકાઈ જાય પછી એમાં મીઠા લીમડાના પાન ધોઈને લૂછીને નાખો અને આ બધી વસ્તુ સરસ કડક શેકાઈ જાય ત્યાં સુધી અને શેકવાની છે હવે એને ઠંડુ થવા માટે રાખો આ બધી વસ્તુ ઠંડી થઈ જાય એટલે એને મિક્સર જારમાં લઈ લો પછી એની સાથે બાકીની સામગ્રી ઉમેરીને તેનો પાઉડર બનાવીને તૈયાર કરી લો તમે આ મસાલાને ડબ્બામાં ભરીને ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો

4) કુકરની વ્હીસલ થઈને કુકર ઠંડું થઈ જાય એ પછી બધુ શાકભાજી એક મિક્સર જારમાં લઈ લો અને એની સાથે જ થોડી આમલી ઉમેરીને એને પીસીને તૈયાર કરી લો હવે એક કડાઈમાં લઈ આ મિશ્રણ એમાં ઉમેરો અને એની સાથે જ કુકરમાં બાકીનું વધેલું પાણી અને બીજું જરૂર પ્રમાણે સાદુ પાણી ઉમેરીને આને એક વાર હલાવી લો.

5) હવે આમાં બધા મસાલા , મીઠો લીમડો અને ગોળ ઉમેરી દો અને દાળને ચાર પાંચ મિનિટ માટે ચડવાદો હવે દાળ નો વઘાર કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને સૂકું મરચું નાખીને વઘાર તૈયાર કરી લો હવે આ વઘાર દાળમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો આ સાંભર તૈયાર છે ગેસ બંધ કરી દઈએ

6) સ્ટફિંગ બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ , સમારેલા લીલા મરચા , સમારેલા મીઠો લીમડો અને થોડી હળદર ઉમેરીને સાંતળી લો પછી એમાં બાફેલા બટાકાનો માવો ઉમેરો અને બાકીના બધા મસાલા કરીને આને સરસ રીતે મિક્સ કરી લો પછી એમાં થોડી સમારેલી કોથમીર નાખો તો સ્ટફિંગ પણ બનીને તૈયાર છે

7) ટોપરાની ચટણી બનાવવા માટે બધી સામગ્રી મિક્સર જારમાં લઈશું અને એને વાટી લઈશું પછી જરૂર પ્રમાણે એમાં પાણી ઉમેરતા જાવ અને સરસ રીતે વાટીને તૈયાર કરી લો હવે આ ચટણીને એક વાટકીમાં લઇ લઇએ

8) ચટણી નો વઘાર કરવા માટે થોડું તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી જેટલું જીરુ ઉમેરો અને તૈયાર કરેલો વઘાર ચટણી માં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો આ બધી વસ્તુઓ તૈયાર થઈ જાય પછી આપણે ઢોસા બનાવીશું

9) હવે ઢોસા બનાવવા માટે એક નોન સ્ટીક ની તવી ગરમ કરવા માટે મૂકો તવી ગરમ થાય એટલે ભીના કપડાથી એને લુછી લો પછી બનાવેલું ઢોંસાનું ખીરું આના ઉપર પાથરો આને પાતળું પાથરવાનું છે અને ધીમા થી મધ્યમ ગેસ પર આને ચડવા દો આને શેકાતા રેગ્યુલર કરતાં થોડો વધારે સમય લાગે છે ઢોસો થોડો ચડી જાય એ પછી આના ઉપર તેલ , ઘી કે બટર નાખો હવે જો તમારે ઢોસા ને આમ જ સાદો રાખવો હોય તો પણ રાખી શકો છો અત્યારે મે આના ઉપર મૈસુર ચટણી અને થોડી સમારેલી કોથમીર નાખી છે મૈસુર ચટણી બનાવવા માટે મેં સૂકા લાલ મરચાં , જીરું , સીંગદાણા અને મીઠાનો ઉપયોગ કરેલો છે આ રીતે ઢોસો બની જાય એટલે આપણે એને ફોલ્ડ કરી ને સર્વિંગ પ્લેટમાં લઈશું

10) હવે આ સરસ મજાનું ફરાળી સંભાર, ઢોસો , સ્ટફિંગ અને ચટણી બનીને તૈયાર છે

Watch This Recipe on Video