બેકરી જેવી કેક પરફેક્ટ ટીપ્સ સાથે બનાવો પહેલી વાર બનાવતા હોય તો ખાસ જોજો | Butterscotch??Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું બેકરીમાં મળે એવી ઈંડા વગરની બટરસ્કોચ કેક બેકરીમાં જેવી કેક મળે છે એવી જ કેક ઘરે બનાવવી ખૂબ જ સરળ છે આ બનાવવા માટે કેટલીક ટિપ્સ ધ્યાન રાખવાનું હોય છે જે હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઇશ જેથી તમારી પણ કેક એકદમ સરસ બને તો ચાલો કેક કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 50 60 મિનિટ

સર્વિંગ : 500 – 600 ગ્રામ કેક

સામગ્રી :

1/2 કપ દળેલી ખાંડ

1/2 કપ દહીં

1/4 કપ તેલ

1/2 ચમચી બેકિંગ પાઉડર

1/4 ચમચી બેકિંગ સોડા

થોડું વેનીલા એસેન્સ

2 – 3 ચમચી પાણી કે દૂધ

1 કપ મેંદો

1 કપ નોન ડેરી ક્રીમ

1 ચમચી બટરસ્કોચ સીરપ

થોડા બટરસ્કોચ ક્રંચ

રીત :

1) સૌથી પહેલા કેક બનાવવા માટે એક ટીનમાં તૈયાર કરી લઈશું તો અહીંયા મેં 6 ઇંચ નું કેક ટીન ઉપયોગમાં લીધુ છે ટીનમાં પહેલા થોડું તેલ લગાવી દેવાનું છે તેલ કે બટર કંઈ પણ ઉપયોગમાં લઇ શકો છો પુરા ટીનમાં તેલ લગાવી દઈએ એ પછી આ રીતે બટર પેપર લગાવી દેવાનું છે અને ફરીથી બટર પેપર ની ઉપર થોડું તેલ લગાવી દઈશું

2) હવે ખીરું બનાવવા માટે એક વાટકામાં દળેલી ખાંડ , દહીં , બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ને સરસ રીતે મિક્સ કરી લઈશું બધું સરસ રીતે મિક્સ થઇ જાય પછી એમાં તેલ અને વેનિલા એસેન્સ નાખીને મિક્સ કરો

3) આ મિક્સ થઈ જાય એટલે મેંદો ચાળવાની ચાળણી લઈને તેમાં મેંદો ચાળી લો અને હવે એને ચમચા ની મદદથી સરસ રીતે મિક્સ કરો ખીરાની કન્સીસટન્સી સેટ કરવા માટે એમાં પાણી કે દૂધ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું ખીરું વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહી એવું રાખવાનું છે તો આ રીતે ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું છે

4) હવે જે કેક ટીન આપણે તૈયાર કર્યું છે.એમાં બનાવેલું ખીરું લઇ લઈશું અને ટીનને થોડું થપથપાવી દો હવે જો આ કેકને તમારે ઓવનમાં બેક કરવી છે તો ઓવનને 180 ડિગ્રી ઉપર પ્રિહીટ કરવા માટે મૂકવાનું અને પછી ઓવન પ્રિહીટ થઈ જાય એટલે તમારે કેકને 180 ડિગ્રી ઉપર 25 થી 30 મિનિટ સુધી બેક કરી લેવાની છે

5) અત્યારે કડાઈમાં કેક કેવી રીતે બેક કરવી તે જોઈશું તો કડાઈમાં થોડું મીઠું નાખીને એને ધીમા ગેસ ઉપર દસ મિનિટ માટે ગરમ કરી લો પછી એમાં આ રીતે સ્ટેન્ડ મૂકી દો પછી કેક ટીન મૂકી ઢાંકણ ઢાંકી દો અને ધીમા ગેસ ઉપર ૪૦ થી ૪૫ મિનિટ સુધી બેક કરો 45 મિનિટ પછી આપણે કેકને ચેક કરીશું તો આજે એને  ટુથપીક કે ચાકુની મદદથી ચેક કરો જો એ સાફ નીકળે તો સમજવું કે કેક બેક થઈ ગઈ છે હવે આ કેકને ઠંડી થવા દઈશું

6) એક વાટકામાં ક્રીમ લઇને એને હેન્ડ મિક્સર ની મદદથી વ્હીપ કરી લઈશું ક્રીમ વ્હીપ કરો ત્યારે એકદમ સરસ ઠંડુ હોવું જોઈએ ક્રીમ થોડું વ્હીપ થઈ જાય પછી એમાં બટરસ્કોચ સીરપ નાખી ફરી થોડું મિક્સ કરી લઈશું ક્રીમ નો કલર થોડો આછો પીળો આવે એ રીતે સીરપ નાખવાનું છે તમારી પાસે જો બટરસ્કોચ સીરપ ના હોય તો તમે બટરસ્કોચ એસેન્સ અને પીળો કલર ઉપયોગમાં લઈ શકો છો તો આ રીતે સરસ ક્રીમ વ્હીપ થઈને તૈયાર થઈ ગયું છે

7) કેક પણ બનાવી હતી એ ઠંડી થઈ જાય એટલે સૌથી પહેલા ચપ્પાની મદદથી તેને ટીમમાંથી એની કિનારી અલગ કરો પછી થાળી એના પર ઉંધી પાડી ને ટીનને આ રીતે ઊંધું પાડી થોડું થપથપાવી લો આપણે આમાં બટર પેપર નો ઉપયોગ કર્યો છે એટલે કે નીકળી જશે હવે બટર પેપર આપણે હટાવી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ પોચી બનીને તૈયાર થાય છે

8) હવે આપણે ટર્નટેબલ ઉપર લઈ લઈશું અને એનો ઉપર નો ભાગ આપણે કટ કરીશું હવે કેક ને આપણે બે ભાગમાં કટ કરીએ તમારે બે કે ત્રણ ભાગમાં જે રીતે કટ કરવી હોય તેમ કટ કરી શકો છો હવે કેક નો એક ભાગ આપણે ઉપયોગમાં લઈશું અને એના ઉપર આપણે સુગર સીરપ લગાવી દઈશું પછી કેકની ઉપર ક્રીમ લગાવી દો ક્રીમ ની કોન્ટીટી તમને જેટલી પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો પેલેટ નાઈફ ની મદદથી એને લેવલમાં કરી દઈશું પછી એના ઉપર બટર સ્કોચ ક્રંચ નાખો

9) કેક નો બીજો ભાગ આના ઉપર મૂકી દઈશું અને થોડું દબાવો હવે જે કેક ક્રમ્સ લાગેલા હોય એને હટાવી દઈશું અને આના ઉપર સુગર સીરપ લગાવીને પછી એના ઉપર ક્રીમ લગાવો પૂરી કેક ઉપર ક્રીમ લગાવી દેવાનું છે પછી પેલેટ નાઈફ ની મદદથી એને લેવલમાં કરતા જાવ પછી કોઈ જાડુ પ્લાસ્ટિક કે કાર્ડ લઈશું જેનાથી કેકને ફિનિશિંગ આપવાનું છે તો આ રીતે ટર્નટેબલ ફેરવતા જવાનું અને વધારાનું ક્રીમ હટાવતા જવાનું છે કેકને ફિનિશિંગ આપી દો એ પછી એને આપણે કેક બોર્ડપર લઇ લઈશું

10) હવે એક ગ્લાસ લઈ લો અને એમાં પાઇ પીંગ બેગ મુકો એમાં બનાવેલું ક્રીમ ભરી દઈશું અત્યારે સ્ટાર નોઝલ નો ઉપયોગ કર્યો છે હવે બેગને આગળથી કટ કરીએ હવે આ ક્રીમથી આપણી કેક ની ઉપર આ રીતે ડિઝાઈન બનાવી દઈશું ડેકોરેશન તમારી ચોઇસ પ્રમાણે તમે કરી શકો છો નીચેની સાઈડ પણ આ રીતે બોર્ડર બનાવી દઈશું હવે કેકનો વચ્ચેનો ભાગ છે ત્યાં આપણે બટરસ્કોચ ક્રંચ નાખીશું અને કિનારી પર બટરસ્કોચ સીરપ નાખીશું

11) આ રીતે કેક તૈયાર થઈ જાય પછી એને ફ્રીઝમાં ૩ થી ૪ કલાક માટે ઠંડી થવા દો પછી કેક ને આપણે કટ કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને સ્પોનજી કેક  બનીને તૈયાર થઇ છે

12) હવે આ ઈંડા વગરની બટરસ્કોચ બનીને તૈયાર છે આને તમે બે ત્રણ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video