આ રીતે શાક બનાવશો તો બાળકો પણ 2 ના બદલે 4 રોટલી ખાશે | Veg Jaipuri |Punjabi subji by Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું પંજાબી સબ્જી  જેનું નામ છે વેજ જયપુરી , બાળકોને શાક ખાવું પસંદ નથી હોતું પણ જો તમે આ રીતનું ટેસ્ટી શાક એ લોકોને બનાવીને આપશો તો એમને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને આ શાકને તમે રોટલી , પરોઠા , નાન કે કુલચા ગમે તેની સાથે સર્વ કરી શકો છો  તો ચાલો એને કેવી રીતે  બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

4 ટામેટા

100 ગ્રામ ફુલાવર

1 ગાજર

1 કેપ્સિકમ

3 લીલા મરચાં

5 – 6 ફણસી

3 – 4 ચમચી તેલ

1 ચમચી ચોખ્ખું ઘી

1/2 ચમચી જીરું

ચપટી હિંગ

2 ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરુ

1/2 ચમચી હળદર

1/2 ચમચી ખાંડ

મીઠું સ્વાદ પ્રમાણે

1/4 ચમચી કસૂરી મેથીનો પાઉડર

1 ચમચી પંજાબી ગરમ મસાલો

1 ચમચી મલાઈ કે ક્રીમ

સમારેલી કોથમીર

100 ગ્રામ પનીર

છીણેલુ પનીર

પાણી જરૂર પ્રમાણે

2 ઇલાઇચી

7 – 8 કાળા મરી

4 – 5 લવિંગ

2 ચમચી મગજતરી ના બી

7 – 8 કાજુ

રીત :

1) સૌથી પહેલા જે પણ શાકભાજી આપણા ઉપયોગમાં લેવાના છે એને સરસ રીતે ધોઈને સાફ કરી લેવા પછી આપણે એને મોટા ટુકડામાં સમારીને તૈયાર કરી લઈશું હવે સમારેલા શાકભાજી ને એક માઇક્રોવેવ સેફ બાઉલ માં લઈને એની સાથે વટાણા ઉમેરો અને બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને એને ચાર થી પાંચ મિનિટ માઇક્રોવેવ કરી લો શાકભાજીને પૂરેપૂરા નથી બાફવાના છે આપણે આને ૭૦ થી ૮૦ ટકા જેવા બાફવાના છે પછી આપણે એને કાણાવાળા વાડકામાં કાઢીને ઠંડા થવા દઈશું

2) હવે મિક્ષર જાર લઈ લો એમાં સમારેલા લીલા મરચાં , લવિંગ , કાળા મરી ઇલાઇચી , મગજતરી ના બી , કાજુ , ટામેટા અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આને વાટીને તૈયાર કરી લઈશું તમારે જો ડુંગળી અને લસણ નાખવું હોય તો ડુંગળી અને લસણ શકો છો તો આ રીતે પ્યુરી બનીને તૈયાર થઇ જશે

3) હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે જે શાકભાજી આપણે બાફીને રાખ્યું છે એને ફાસ્ટ ગેસ ઉપર થોડું સાંતળી લો આ રીતે શાકભાજી સંતળાઈ જાય એટલે ડીશ લઈ લો પછી આપણે આમાં પનીરના ટુકડાને સાંતળી લઈશું

4) હવે બાકીના વધેલા તેલમાં ઘી ઉમેરો અને તેને ગરમ કરી લો આ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખો પછી તેમાં ટામેટાં પ્યુરી નાખો અને એને ઢાંકીને ચડવા દો

5) પછી આમાં મરચું , હળદર અને ધાણાજીરું નાખીને મિક્સ કરી લો હવે એમાં પ્રમાણે મીઠું અને મલાઈ ઉમેરીને મિક્સ કરી લો અને ઢાંકીને ચડવા દો

6) શાકમાં આ રીતે તેલ ઉપર આવે એટલે એમાં કસૂરી મેથી , ખાંડ , શાકભાજી અને પનીર ઉમેરી દઈશું અને થોડી વાર ચઢવા દઇશું

7) પછી આમાં ઝીણેલુ પનીર , ગરમ મસાલો , નાખીને થોડી વાર ચઢવા દો આ રીતે તેલ ઉપર આવી જાય એટલે સમજવું કે શાક બનીને તૈયાર છે અને એની થીક્નેસ પણ આવી ગઈ હશે

8) હવે ગેસ બંધ કરીને શાકને સર્વિંગ બાઉલમાં લઈ રહી છે અને એના ગાર્નિશીંગ માટે એના પર થોડી મલાઈ સમારેલી કોથમીર અને શેકેલા અડદના પાપડ નો ભૂકો નાખીશું

9) હવે આ સરસ મજાનું વેજ જયપુરી બનીને તૈયાર છે આને તમે રોટી , પરોઠા , નાન કે કુલચા ગમે તેની સાથે સર્વ કરી શકો છો

Watch This Recipe on Video