બાળકોની મનપસંદ ડોરા કેક બનાવાની રીત । Dora cake |Eggless cake recipe |Cake Banavani rit |Shreejifood

હેલો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું બાળકોની મનપસંદ ડોરા કેક આ કેક બનાવવી ખુબ જ સરળ છે અને ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઓછા સમયમાં આ બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનિટ

સર્વિંગ  : 3 ડોરા કેક

સામગ્રી :

1/2 કપ  મેંદો

1/4 દળેલી ખાંડ

1/8 ચમચી ખાવાનો સોડા

3 ચમચી મિલ્ક પાવડર

દૂધ જરૂર પ્રમાણે

1/8 ચમચી વેનિલા એસેન્સ 

ન્યુટેલા

રીત :

1) સૌથી પહેલા એક વાટકામાં બધી કોરી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લો પછી આમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈને આનું ખીરુ બનાવીને તૈયાર કરીશું આમાં ગઠ્ઠા ના પડે એ વાતનું ધ્યાન રાખવાનું અને આ રીતનું મીડીયમ થીક ખીરુ બનાવીને તૈયાર કરીશું

2) હવે એક નોન સ્ટીક તવી ગરમ કરવા માટે મૂકો તવી ગરમ થાય એટલે આ રીતે કપની મદદથી એમાં થોડું ખીરું નાખો એને પાથરવાનું નથી આ રીતે જ ખીરું આપણે નાખીશું અને એકદમ નાની સાઇઝની કેક બનાવીને તૈયાર કરવાની છે

3) હવે એના ઉપર ઢાંકણ ઢાંકી દો અને ધીમા થી મધ્યમ ગેસ ઉપર એને આપણે શેકીશું લગભગ એક મિનિટ પછી કેક ને આપણે ફેરવી લઈએ અને બીજી બાજુ પણ ઢાંકી ને એ જ રીતે ચડવા દઈશું બંને બાજુથી કેક આવી સરસ આછા બદામી કલરની થાય ત્યાં સુધી એને શેકવાની છે તો આ જ રીતે બાકીની બનાવીને તૈયાર કરવાની

4) કેક નો કલર ડાર્ક ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને બધી કેક ની સાઈઝ અને થીકનેસ એક સરખી હોવી જોઈએ આ થોડી ઠંડી થઈ જાય ત્યાં સુધી એને રાખવાની

5) હવે આમાંથી એક કેક લઈ લઈશું અને એના ઉપર આપણે બે ચમચી ન્યુટેલા લગાવીશું આ તમે તમારી પસંદ પ્રમાણે ઓછીવત્તી કરી શકો છો પછી એના ઉપર કેક નો બીજો ભાગ મૂકી દઈશું અને હલકા હાથ થી આને દબાવી દઈશું તો આ રીતે ડોરા કેક બનીને તૈયાર થઇ જશે આ જ રીતે બાકીની બનાવીને તૈયાર કરવાની છે

6) હવે આ સરસ મજાની ડોરા કેક બનીને તૈયાર છે 

Watch This Recipe on Video