બહારનું ચટપટું ખાવાનું મન થાય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો । Samosa Chat | Ragda Chat | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક ચાટની રેસીપી જેનું નામ છે સમોસા રગડા ચાટ તો જો તમને ચટપટું ખાવાનું શોખ છે તો આ રેસિપી તમને ચોક્કસ પસંદ આવશે આ એકદમ ટેસ્ટી અને મસાલેદાર હોય છે તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 15 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

રગડો બનાવવા માટે :

150 ગ્રામ કાબુલી ચણા

1 નાનો બટાકો

પાણી જરૂર પ્રમાણે

ચપટી મીઠું  

1/2 ચમચી હળદર

2 ચમચી તેલ

સમારેલુ લીલું મરચું

1 ટામેટુ

1 ચમચી લાલ મરચું

થોડું ધાણા-જીરુ

1 ચમચી બેસન ની પેસ્ટ

પાણી જરૂર પ્રમાણે

સમારેલી કોથમીર

સમોસા નું સ્ટફિંગ બનાવવા માટે :

2 ચમચી તેલ

લીલા મરચા

થોડી હળદર

ચપટી હિંગ

મીઠા લીમડાના પાન

બાફેલા બટાકા

મીઠું સ્વાદ પ્રમાણે

થોડી હિંગ

1 ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરૂ

ગરમ મસાલો

આમચૂર પાવડર

સમારેલી કોથમીર

લોટ બાંધવા માટે :

250 ગ્રામ મેંદો

મીઠું સ્વાદ પ્રમાણે

4 – 5 ચમચી ગરમ તેલ

પાણી જરૂર પ્રમાણે

તેલ સમોસા તળવા માટે

સર્વિંગ માટે :

સમોસા

રગડો

મીઠી ચટણી

લાલ મરચાની ચટણી

કોથમીર મરચા ની ચટણી

ચાટ મસાલો

લાલ મરચું

ચણાના લોટની ઝીણી સેવ

મસાલા સીંગ

સમારેલા ટામેટા

સમારેલી કોથમીર

સમારેલી ડુંગળી (જો તમારે નાખવી હોય તો)

રીત :

1) સૌથી પહેલા ચણાને ૮ કલાક માટે કે આખી રાત માટે પલાડીને રાખો પછી એ પાણી નિતારીને તેને કૂકરમાં નાખો એની સાથે જ એક બટાકો છોલીને ટુકડા કરીને આમાં ઉમેરો અને જરૂર પ્રમાણે પાણી અને મીઠું નાખીને એની વ્હીસલ કરી લો

2) બટાકા નું સ્ટફિંગ બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો અને જીરું તતડે એટલે ગેસ ધીમો કરીને એમાં મરચાં , મીઠો લીમડો , હળદર અને હિંગ ઉમેરીને સાંતળી લો પછી એમાં બાફેલા વટાણા ઉમેરો અને સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા બટાકાનો માવો અને બધા મસાલા ઉમેરીને તેને સરસ રીતે મિક્સ કરી લો સ્ટફિંગ બનીને તૈયાર છે ગેસ બંધ કરીને આને ઠંડુ થવા દઈશું

3) સમોસા નો લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદો લઈ લો એમાં મીઠું , અજમો અને તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરો આમાં મોવણ ની કોન્ટીટી થોડી વધારે રાખવાની છે હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને આનો કઠણ લોટ બાંધી ને તૈયાર કરો લોટ બંધાઈ જાય પછી થોડું તેલ લઈને આને મસળી લઈશું હવે લોટને ઢાંકીને સાઈડ માં મૂકી દઈએ

4) 5 વ્હીસલ પછી કુકર ઠંડું થઈ જાય એટલે એને ખોલી લઈશું તો ચણા સરસ રીતે બફાઈ ગયા છે હવે રગડો બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા લીલા મરચાં અને ટામેટાં નાખીને સાંતળી લો તમે જો ડુંગળી લસણ ખાતા હોય તો મરચાં નાખ્યા પછી ડુંગળી લસણ સાંતળવું અને પછી ટામેટા ઉમેરવા ટામેટા ની સાથે જ આપણે બધા મસાલા કરી દઈશું અને થોડુંક સાંતળી લઈશું

5) હવે જે સમોસા નો લોટ આપણે બાંધીને રાખ્યો હતો એને મસળીને એમાંથી એક લૂઓ બનાવી દઈશું અને આમાંથી એક લંબગોળ રોટલી વણીને તૈયાર કરીશું રોટલી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી રાખવાની છે પછી એને વચ્ચેથી કટ કરીને આ રીતે બે ભાગ કરી લઈશું

6) હવે જે સમોસા નો લોટ આપણે બાંધીને રાખ્યો હતો એને મસળીને એમાંથી એક લૂઓ બનાવી દઈશું અને આમાંથી એક લંબગોળ રોટલી વણીને તૈયાર કરીશું રોટલી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી રાખવાની છે પછી એને વચ્ચેથી કટ કરીને આ રીતે બે ભાગ કરી લઈશું

7) હવે આમાંથી એક ભાગ ઉપયોગમાં લઇએ અને એને હાથ પર આ રીતે રાખીને થોડું પાણી લગાવી દો પછી એના ઉપર બીજો ભાગ આવી રીતે ચોંટાડી દો તો આ રીતે કોન શેપ બની જશે એને આપણે હાથમાં આ રીતે રાખીશું અને બનાવેલું સ્ટફિંગ દબાવીને ભરીશું પછી એની પાછળ ના ભાગ ઉપર ચપટી વાળવાની છે હવે કિનારી નો ભાગ છે એના ઉપર થોડું પાણી લગાવી દેવાનો છે અને સરસ રીતે ચોંટાડી દેવાની છે તો આ રીતે એકદમ પરફેક્ટ સમોસા બનીને તૈયાર થશે આ જ રીતે બધા બનાવીને તૈયાર કરવાના છે

8) સમોસાની તળવા માટે તેલ ગરમ કરવા માટે મુકીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે આમાં સમોસા ઉમેરી દઈશું અને પછી એને ધીમા ગેસ પર તળવાના છે સમોસા ક્રિસ્પી બનાવવા માટે તેલ વધારે ગરમ નથી કરવાનું અને ગેસ પણ ધીમો રાખવાનો છે એ વાતનું ધ્યાન રાખવાનું થોડી થોડી વારે સમોસાને ફેરવવાના છે તો આ રીતે સમોસા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને બહાર લઈ લઈશું અને આ રીતે બાકીના તળીને તૈયાર કરીશું

9) હવે આને સર્વ કરવા માટે એક સમોસાના આ રીતે ટુકડા કરી લો એની ઉપર બનાવેલો રગડો બે ચમચા જેટલો નાખો તમારા સ્વાદ પ્રમાણે ચટણી આમાં ઉમેરો અને બાકીની બધી ઉમેરી દો

10) હવે આ સરસ મજાનું ટેસ્ટી અને ચટપટું સમોસા રગડા ચાટ બનીને તૈયાર છે

Watch This Recipe on Video