ઘઉંના ફાડા નો ઉપયોગ કર્યા વગર નવી જ સામગ્રી થી બનાવો આ નવી ફાડા લાપસી।Sugar-free Sweet|Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ ની રેસિપી જેમાં આપણે ગળ્યા કિનોઆ બનાવીશું કિનોઆ એક જાતનું અનાજ જ છે આ ખૂબ જ હેલ્ધી હોય અને જે કિનોઆ આપણે બનાવવાના છીએ એનો ટેસ્ટ સેમ જે આપણે ઘઉંની ફાડા લાપસી બનાવીએ છીએ એના જેવો જ લાગે છે.આ બનાવવા માટે આપણે બિલકુલ પણ ખાંડનો ઉપયોગ નથી કરવાના જેથી વધારે હેલ્ધી બને છે તો તમે જો વજન ઉતારવા માંગતા હોય કે ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય અને આ રેસીપી બનાવીને આપવી હોય તો પણ તમે આપી શકો છો તો ચાલો ગળ્યા કિનોઆ કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનીટ

સર્વિંગ : 3 વ્યક્તિ

સામગ્રી :

1 નાની વાટકી કિનોઆ

2 વાટકી પાણી

2 ચમચી ચોખ્ખું ઘી

3/4 વાટકી ગોળ

1 ચમચી સૂકી દ્રાક્ષ

1 ચમચી કાજુ

ઇલાઇચી અને જાયફળનો પાવડર

2 ચમચી સમારેલી બદામ

2 ચમચી સુકા ટોપરાનું છીણ

રીત :

1) સૌથી પહેલા કિનોઆ લીધા છે એને એક વાસણમાં લઈને 5 થી 10 મિનિટ માટે પલાળીને રાખો પછી સરસ રીતે એને ધોઈ ને તૈયાર કરી લો

2) હવે એક પેનમાં ધોયેલા કિનોઆ અને એમાં પાણી ઉમેરીને ધીમા ગેસ ઉપર અને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે ચઢવા દો કિનોઆ ચડી જાય એ પછી એને થોડા ઠંડા થવા દો

3) એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરીને સાંતળી લો પછી તેમાં બાફેલા કિનોઆ ઉમેરો એની સાથે જ ગોળ ઉમેરીને મિક્સ કરી લઈશું ગોળ તમારા સ્વાદ પ્રમાણે ઓછીવત્તી કરી શકો છો અને ગોળનો ભૂકો કરીને કે સમારીને ઉપયોગમાં લેવો જેથી ગોળ ઝડપથી મિક્સ થઈ જાય

4) ગોળ મિક્સ થઈ જાય એટલે આપણે આમાં ઈલાયચી જાયફળ નો પાવડર સમારેલી બદામ અને ટોપરાનું છીણ ઉમેરીને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસ બંધ કરીને આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું

5) હવે આ સરસ મજાના હેલ્ધી અને ટેસ્ટી કિનોઆ બનીને તૈયાર છે આના ગાર્નિશીંગ માટે ઉપરથી કાજુ-બદામ અને ટોપરાનું છીણ ઉમેરીશું

Watch This Recipe on Video