પ્રોટીનથી ભરપૂર આ પુલાવ એકવાર જરૂર ટ્રાય કરજો | Sprouts Pulav | Pulav Banavani Rit | Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું પુલાવની એક નવી વેરાઈટી આજે આપણે સ્પ્રાઉટ પુલાવ બનાવીશું જનરલી આપણે વેજીટેબલ પુલાવ કે બિરયાની બનાવતા જઈએ છીએ પણ આજે આપણે એને થોડું વધારે હેલ્ધી બનાવીશું આમાં આપણે સ્પ્રાઉટનો ઉપયોગ કર્યો છે જેથી આમાં પ્રોટીનની માત્રા પણ ઘણી એવી હોય છે અને આ એટલો ટેસ્ટી બને છે કે ઘરમાં નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ આવશે તો ચાલો પુલાવ કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 5 મિનિટ

સર્વિગ : 4 વ્યક્તિ

સામગ્રી :

1 મોટો વાડકો ફણગાવેલા મગ

1 કપ બાસમતી ચોખા

1.5 કપ કે જરૂર પ્રમાણે પાણી

થોડી સમારેલી કોબીજ

સમારેલી કોથમીર

સમારેલા મરચા

સમારેલો ફુદીનો

1 કેપ્સિકમ

1 ગાજર

4 – 5 ફણસી

1 ટામેટુ

1 ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરુ

1/2 ચમચી હળદર

મીઠું સ્વાદ પ્રમાણે

1/2 ચમચી ગરમ મસાલો

1 ચમચી પુલાવ મસાલો

રીત :

1) સૌથી પહેલા જે ફણગાવેલા મગ લીધા છે તેને કૂકરમાં નાખો અને એની સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરીને આની એક વ્હીસલ કરી લો અને ઠંડુ થાય એટલે મગને ઠંડા થવા દો

2) હવે જે શાકભાજી લીધું છે એને ધોઈને આ રીતે સમારી લો એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ઉકળવાનું શરૂ થાય એટલે એમાં પહેલા ગાજર અને બટાકા નાખીને એને ચાર થી પાંચ મિનિટ માટે બાફો પછી એમાં ફણસી ઉમેરીને બે થી ત્રણ મિનિટ બાફી લો ગાજર અને બટાકા પોચા પડે એટલે ગેસ બંધ કરીને આ શાકભાજીને કાણાવાળા વાડકામાં કાઢીને ઠંડા થવા દઈશું

3) બાસમતી ચોખા ને બે વાર પાણીથી ધોઈને અડધો કલાક માટે પલાળીને રાખો પછી એનું પાણી નિતારીને તેને કૂકરમાં લઇ લો અને એની સાથે દોઢ કપ જેટલું પાણી ઉમેરો અને થોડું મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો પછી એની 2 વ્હીસલ કરી લો પછી કુકર ઠંડુ થાય એટલે એને આપણે એક થાળીમાં કાઢી ને ઠંડુ થવા દઈશું

4) હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેની સાથે જ થોડું બટર ઉમેરી દઈશું તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં જીરૂં અને લીલા મરચા ઉમેરો તમારે જો આદુ , લસણ અને ડુંગળી ઉમેરવું હોય તો આજ સમય મરચાંની સાથે ઉમેરીને સાંતળી લેવું હવે આપણે આમાં કોબીજ અને કેપ્સીકમ ઉમેરીશું આની સાથે જ થોડું મીઠું ઉમેરીને આપણે ફાસ્ટ ગેસ ઉપર આને સાંતળી લઈએ

5) આમાં ટામેટું ઉમેરો અને એક મિનિટ માટે એને ચડવા દો ટામેટું ચડી જાય એ પછી આમાં બાફેલા શાકભાજી અને ફણગાવેલા મગ ઉમેરીને મિક્સ કરી લો

6) આપણે બાકીના મસાલા કરીશું અને મને મિક્સ કરીને એક મિનિટ માટે ચઢવા દઈશું હવે આમાં રાંધેલો ભાત ઉમેરો અને ધીમા તાપે મિક્સ કરો મિક્સ થઈ જાય એટલે છેલ્લે આમાં કોથમીર અને ફુદીનો ઉમેરી દો આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈશું પુલાવને સર્વિંગ પ્લેટમાં લીધા પછી એના ગાર્નીશીંગ માટે ઉપરથી આપણે ફુદીનાના પાન અને લીંબુ કટ કરીને મૂકી

7) હવે આ સરસ મજાનો ટેસ્ટી અને ફ્લેવરફૂલ સ્પ્રાઉટ પુલાવ બનીને તૈયાર છે

Watch This Recipe on Video