ફક્ત 2 મિનિટમાં ચોકલેટ કેક બનાવાની સૌથી સરળ રીત | 2 Min Mug Cake | Chocolate cake | Shreejifood

હેલો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું બાળકોની મનપસંદ ચોકલેટ કેક જે આપણે ફક્ત 2 મિનિટમાં માઈક્રોવેવમાં કેવી રીતે બનાવવી એ જોઈશું આ રીતે ખૂબ જ જલ્દી અને ઓછી મહેનતમાં કેક બનીને તૈયાર થઇ જાય છે તો જ્યારે પણ ઘરમાં કોઈને કેક ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે સરળતાથી કેક બનાવી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 2 મિનીટ

બનાવવાનો સમય : 2 મિનિટ

સર્વિંગ : 1 મગ કેક

સામગ્રી :

3 ચમચી મેંદો

2 ચમચી કોકો પાવડર

ચપટી મીઠું

1/4 ચમચી બેકિંગ પાઉડર

ચપટી ખાવાનો સોડા

2 ચમચી દળેલી ખાંડ

2 ચમચી તેલ

4 થી 5 ચમચી દૂધ

રીત :

1) સૌથી પહેલા આ કેક બનાવવા માટે આપણે કાચનો માઈક્રોવેવ સેફ કપ ઉપયોગમાં લેવાનો છે અને આની સાથે જ કેક નું માપ લેવા માટે તમારે કોઈપણ એક ચમચી ઉપયોગમાં લેવાની અને એ ચમચીના ઉપયોગથી તમારા બધું માપ લેવાનું છે

2) હવે આ ખીરું ડાયરેક્ટ કપમાં જ બનાવવાનું છે તો આપણે એક કપમાં સૌથી પહેલા જે બધી કોરી સામગ્રી લીધી છે એ ઉમેરીને એક વાર કાંટાની મદદથી એને મિક્સ કરી લઈશું

3) આ મિક્સ થાય એ પછી આમાં તેલ ઉમેરો જે પણ તેલ ઉપયોગમાં લો એ  ફ્લેવર વગરનું હોવું જોઇએ અને સાથે જ દૂધ ઉમેરીને આનું ખીરું બનાવીને તૈયાર કરી લો આમાં ગઠ્ઠા ન પડે એનું ધ્યાન રાખવાનું છેલ્લે આમાં થોડા ચોકલેટ ચિપ્સ ઉમેરીને મિક્સ કરી દઈશું તમારે ના નાખવા હોય તો સ્કીપ કરી શકો છો હવે જો તમારી પાસે માઇક્રોવેવ નથી અને આ કેકને તમારે કડાઈમાં બનાવી છે તો ધીમા ગેસ ઉપર તમે આને 15થી 17 મિનિટ બેક કરી શકો છો

4) અત્યારે આપણે આને માઈક્રોવેવમાં બનાવવાના છીએ તો આપણે આને માઇક્રોવેવ માં મૂકી દઈશું અને માઇક્રોવેવ ના હાઈ ટેમ્પરેચર ઉપર આને બે મિનિટ માટે કુક લેવાની છે બે મિનિટમાં કેક આ રીતે બનીને તૈયાર થઇ જશે

5) આના ગાર્નીશિંગ માટે ઉપર થોડી દળેલી ખાંડ અને થોડું ચોકલેટ સીરપ ઉમેરીને સર્વ કરીશું 

Watch This Recipe on Video