હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બેકરીમાં મળે એવી ઈંડા વગર ની વેનીલા કેક આ કેક ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં એકદમ સરસ પોચી બને છે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 30 મિનિટ
સામગ્રી :
વેનીલા કેક નો સ્પંજ
200 ગ્રામ ક્રીમ
સુગર સીરપ
લાલ કલર
લીલો કલર
સુગર બોલ્સ
પીળો સ્પ્રે કલર
રીત :
1) સૌથી પહેલાં વેનીલા કેક નો સ્પંજ બનાવીને તૈયાર કરી લેવાનો છે પછી તે ઠંડો થાય એટલે ચપ્પાની મદદથી તેને ટીનમાંથી અલગ કરી દો હવે બટર પેપર ઉપયોગમાં લીધું છે તેને હટાવી દેવાનું છે અને કેકને ત્રણ ભાગમાં કટ કરી દેવાની છે

2) ક્રીમ ને ઈલેક્ટ્રીક બીટર ની મદદથી બીટ કરી લેવાનું છે

3) હવે કેક નો એક ભાગ લઇ તેના ઉપર સુગર સીરપ લગાવી વ્હીપ કરેલું ક્રિમ લગાવવું આજ રીતે કેક નો બીજો અને ત્રીજો ભાગ મૂકીને તૈયાર કરવું

4) આખી કેકને ક્રીમથી સરસ કવર કરી દો વધારાનું જે ક્રિમ હોય એને જાડા પ્લાસ્ટિક કે કાર્ડની મદદથી હટાવીને કેકને સરસ ફીનીશીંગ આપી દેવું

5) હવે જે ક્રીમ વ્હીપ કર્યું છે એમાંથી થોડા ક્રીમ માં થોડો લાલ કલર અને થોડાંક માં લીલો કલર ઉમેરીને મિક્સ કરી લેવો લાલ કલરના ક્રીમ થી આ રીતે ફૂલ બનાવવા અને સફેદ કલરના ફૂલ બનાવીને એના ઉપર પીળો કલર સ્પ્રે કરવો તેની કિનારી ઉપર આ રીતે નાના ડોટ બનાવવા ડિઝાઇન તમારી પસંદ પ્રમાણે કરી શકો છો વચ્ચેનો ભાગ છે ત્યાં સુગર બોલ્સ મૂકીશું

6) આ રીતે કેક તૈયાર થાય પછી એને ફ્રિજમાં ૩ થી ૪ કલાક માટે રહેવા દો ૩ થી ૪ કલાક પછી કેક ને કટ કરીને ખાવાના ઉપયોગમાં લઇ શકો છો બનાવેલી કેક ને ફ્રિજમાં બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે
