કોઈ પણ ચટણી નો ઉપયોગ કર્યા વગર લો કેલરી વાળું ટેસ્ટી અને ચટપટી ચાટ | Jhalmuri | Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું કલકત્તા અને પશ્ચિમ બંગાળનું  ફેમસ સ્ટ્રીટ ફૂડ જેનું નામ છે ઝાલ મુરી આ નાસ્તો મમરા માંથી બને છે અને આ એકદમ તીખો હોય છે સાથે જ આમાં કોઇપણ પ્રકારની ચટણીનો ઉપયોગ નથી થતો આના માટે સ્પેશિયલ મસાલો બનાવવામાં આવે છે જેનાથી આનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 2 મિનિટ

સર્વિંગ :

સામગ્રી :

1 મોટો વાડકો મમરા

3 ચમચી બેસન ની સેવ

2 ચમચી ચવાણું

2 ચમચી બાફેલા સમારેલા બટાકા

2 ચમચી ઝીણા સમારેલા ટામેટા

2 ચમચી ઝીણી સમારેલી ડુંગળી (જો તમારે નાખતી હોય તો)

મીઠું સ્વાદ પ્રમાણે

1/2 ચમચી લાલ મરચું

3/4 ચમચી ઝાલ મુરી નો મસાલો

લીંબુનો રસ

1 ચમચી સરસિયાનું તેલ

સમારેલી લીલી કોથમીર

સમારેલી લાલ અને લીલા મરચાં

1/2 ચમચી ખાટાં અથાણા નો રસો

ઝાલ મુરી મસાલો બનાવવા માટે :

8 – 10 સૂકા કાશ્મીરી મરચા

1 ચમચી જીરૂ

2 ચમચી સૂકા ધાણા

1 ચમચી સૂકી મેથી

2 ચમચી કાળા મરી

1 ચમચી લવિંગ

રીત :

1) પહેલા ઝાલ મુરી મસાલો બનાવવા માટે લીધેલી બધી સામગ્રીને ધીમા ગેસ પર કડક અને સુગંધીદાર થાય ત્યાં સુધી શેકી લો પછી ગેસ બંધ કરીને એને ઠંડુ થવા દો પછી મિક્સરમાં આનો પાઉડર બનાવીને તૈયાર કરી લો આને તમે ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો

2) હવે એક મોટી તપેલી કે ડબ્બો લઈશું એમાં ઝાલ મુરી બનાવવા માટેની બધી સામગ્રી ઉમેરો આની સાથે સરસિયાનું તેલ , લીંબુનો રસ અને ખાટાં અથાણા નો રસો પણ ઉમેરી દઈશું

3) બધીજ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણો ફટાફટ બની જતો નાસ્તો ઝાલ મુરી બનીને તૈયાર છે 

Watch This Recipe on Video