હેલો ફ્રેન્ડ આજે આપણે તૈયાર પેકેટમાં મળે એવી કે ફરસાણ વાળાના ત્યાં મળે એવી નમકીન મગની દાળ કેવી રીતે બનાવી એ જોઈશુ ઘરે આવી ક્રિસ્પી મગ દાળ બનાવી ખૂબ જ સરળ છે સાથે જ તમે આને બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લેઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સર્વિંગ : 200 – 250 ગ્રામ દાળ
સામગ્રી :
250 ગ્રામ મગની મોગર દાળ
પાણી જરૂર પ્રમાણે
તેલ તળવા માટે
થોડું મીઠું
થોડું સંચળ
ચપટી હળદર
રીત :
1) સૌથી પહેલા મગની મોગર દાળને સાફ કરીને ધોઈ લો પછી એમાં પાણી ઉમેરીને એને છ થી સાત કલાક માટે પલાળીને રાખો દાળ સરસ રીતે પલડી જાય એ પછી એને કાણાવાળા વાડકામાં લઈ લો

2) એને કોટન ના કપડા ઉપર એક થી દોઢ કલાક માટે કે દાળ થોડી કોરી થાય ત્યાં સુધી રહેવા દો

3) હવે દાળને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તે એકદમ સરસ ગરમ થાય એ પછી આ રીતનો વાટકો લઇ એમાં થોડી થોડી દાળ નાખતા જઈ એને મીડીયમ ગેસ ઉપર તળી લો દાળ થોડી કોન્ટીટી માં નાખવી કેમ કે દાળમાં મોઈશ્ચર હોવાના લીધે આમાં ઉભરા આવશે તો ઝારાને ઉપર નીચે કરતા જઈ દાળ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી

4) દાળ ક્રિસ્પી તળાઈ જાય એ પછી એને વાસણમાં લઈ લઈશું અને દાળ નવશેકી ગરમ હોય ત્યારે એમાં મસાલા કરીને સરસ રીતે મિક્સ કરી દો પછી ઠંડી થાય એ પછી તમે ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો

5) હવે આ સરસ મજાની ટેસ્ટી અને ક્રિસ્પી નમકીન મગદાળ બનીને તૈયાર છે
