ઘરમાં રહેલી સામગ્રીથી કડાઇમાં બેકરી જેવી નાનખટાઇ બનાવાની સરળ રીત | Nankhatai | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બેકરી જેવી સરસ નાન ખટાઇ ઘરે કેવી રીતે બનાવી એ જોઈશું બેકરીમાં નાન ખટાઇ બને છે એ મેદાનો અને ડાલડા ઘી કે માર્જરીન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જ્યારે આજે આપણે આ નાન ખટાઇ ઘરની જ સામગ્રીમાંથી અને ઘઉંના લોટનો અને ચોખ્ખા ઘીનો ઉપયોગ કરીને બનાવવાના છીએ જેથી વધારે હેલ્ધી પણ બને છે અને આને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારી નો સમય : 5 મીનીટ

બનાવાનો સમય : 20 – 25 મીનીટ

સર્વિંગ : 18 – 20 નાનખટાઇ

સામગ્રી :

1 કપ મેંદો

1/2 કપ ચણાનો લોટ

1.5 ચમચી સોજી

1 ચમચી મિલ્ક પાઉડર

થોડો ઈલાયચીનો પાવડર

ચપટી મીઠું

1/2 કપ દળેલી ખાંડ

1/2 કપ ગરમ કરેલું ઘી

રીત :

1) સૌથી પહેલા બધી કોરી સામગ્રીને આપણે એક વાસણમાં સરસ રીતે મિક્સ કરી લઈશું

2) આ મિક્સ થઈ જાય એ પછી જે ઘી ગરમ કરીને રાખ્યું છે એ આમા ઉમેરતા જઈને આને લોટની સાથે સરસ રીતે મિક્સ કરી લો આ લોટ બાંધવામાં બિલકુલ પણ પાણી કે દૂધ નો ઉપયોગ નથી કરવાનો એટલે જરૂર પ્રમાણે આ ઘી ઉમેરતા જવું

3) લોટ સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી આમાંથી આ રીતે નાના ગોળા બનાવી નાન ખટાઇ બનાવીને તૈયાર કરવી તમારે નાન ખટાઇ ને આ રીતે સાદી રાખવી હોય તો પણ રાખી શકાય અત્યારે આપણે એના ઉપર થોડું સમારેલું બદામ-પિસ્તા મૂકીશું અને આ રીતે નાન ખટાઇ બનાવતા જઈને એને બેકિંગ ટ્રેમાં કે કોઈ એલ્યુમિનિયમની થાળીમાં મૂકતા જવું

4) નાનખટાઈ ઓવનમાં બેક કરવા માટે સૌથી પહેલાં ઓવનને પાંચ મિનિટ માટે 180 ડિગ્રી ઉપર પ્રિ હીટ કરી લઈશું ઓવન પ્રિ હીટ થઈ જાય એ પછી આપણે બેકિંગ ટ્રે આમાં મૂકીને નાન ખટાઇ ને ૧૮૦ ડિગ્રી પર 15 થી 20 મિનિટ માટે બેક કરીશું

5) તમારી પાસે જ ઓવન નથી તો તમે આ નાન ખટાઇ ને કડાઈમાં બેક કરી શકો છો તેના માટે સૌથી પહેલાં જાડા તળિયાવાળી કડાઈને ગેસ ઉપર પાંચ મિનિટ માટે ગરમ થવા દો કડાઈ ગરમ થઈ જાય પછી આ રીતે સ્ટેન્ડ એમાં મુકો પછી નાન ખટાઇ ની થાળી આમાં મુકીને ઢાંકી દો અને ધીમાં ગેસ ઉપર ૨૦ થી ૨૨ મિનિટ માટે બેક થવા દો

6) 15 મિનિટ પછી ઓવન માં જે નાન ખટાઇ બેક થવા માટે મૂકી હતી એ સરસ રીતે બેક થઈ ગઈ છે તો એને બહાર કાઢીને ઠંડી થવા દઈશું અને ગેસ ઉપર જે નાન ખટાઇ બેક થવા માટે મૂકી હતી એ સરસ રીતે બેક થઈ ગઈ છે આને 22 મિનિટ જેટલો સમય લાગ્યો છે તો આને પણ બહાર લઈને ઠંડી થવા દઈશું નાન ખટાઇ એકદમ સરસ ઠંડી થઈ જાય એ પછી તમે એને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો

7) હવે આ સરસ મજાની ટેસ્ટી અને ખાવામાં એકદમ સરસ પોચી નાન ખટાઇ બનીને તૈયાર છે

Watch This Recipe on Video