હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વેજી રોલ કેવી રીતે બનાવવા એ જોઈશું આ એટલા ટેસ્ટી બને છે કે ઘરમાં નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ આવશે સાથે જ આમાં આપણે શાકભાજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે જેથી આ હેલ્ધી પણ બને છે તો તમે આ બાળકોને લંચબોક્સમાં કે સાંજે નાસ્તામાં પણ બનાવીને આપી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સર્વિંગ : 5 – 6 વેજી રોલ
સામગ્રી :
100 ગ્રામ કોબીજ
100 ગ્રામ સમારેલા ગાજર
2 – 3 ચમચી ઝીણી સમારેલી કોથમીર
૩ ચમચી બાફેલા મકાઈના દાણા
4 – 5 સમારેલા લીલા મરચાં
5 – 6 સમારેલી ફણસી
100 ગ્રામ ત્રણ કલરના કેપ્સીકમ
બટર જરૂર પ્રમાણે
ચીઝ જરૂર પ્રમાણે
ટોમેટો કેચપ
થોડા ચીલી ફ્લેક્સ
1/2 ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ પ્રમાણે
1 ચમચી લાલ મરચું
થોડી હળદર
થોડા ચીલી ફ્લેક્સ
50 ગ્રામ છીણેલું પનીર
1/2 વાટકી ઓટ્સ
પાણી જરૂર પ્રમાણે
રીત :
1) સૌથી પહેલા જે શાકભાજી આપણે ઉપયોગમાં લેવાનું છે એને સરસ રીતે ધોઈને મોટા ટુકડામાં સમારી લેવું ત્યારબાદ આ રીતના વેજીટેબલ ચોપર માં એને ઉમેરી ને આપણે ઝીણું સમારીને તૈયાર કરી લઈશું આ રીતે શાકભાજી તમે ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો

2) હવે ઓટ્સમાં પાણી ઉમેરીને એને બે થી ત્રણ મિનિટ માટે પલાળીને રાખીશું

3) હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો અહીંયા મેં ઓલીવ ઓઈલ નો ઉપયોગ કરેલો છે તેલ ગરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો અને તેને ફાસ્ટ ગેસ ઉપર એક થી દોઢ મિનીટ માટે સાંતળી લો

4) શાકભાજી સંતળાઈ જાય પછી ગેસ ધીમો કરીને એમાં પલાળેલા ઓટ્સ, સમારેલી કોથમીર , છીણેલું પનીર અને બધા મસાલા ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો સ્ટફિંગ બનીને તૈયાર છે ગેસ બંધ કરીને આને નીચે ઉતારીને ઠંડું થવા દઈશું

5) અહીં મેં હોટ ડોગ ના બન ઉપયોગમાં લીધા છે એને વચ્ચેથી આ રીતે કટ કરી દઈશું હવે આમાં બટર લગાવીશું બટર તમારી પસંદના પ્રમાણે ઓછું વધતું કરી શકો છો હવે એમાં બનાવેલું સ્ટફિંગ થોડું દબાવીને ભરીશું

6) બનની ઉપર પણ થોડું બટર લગાવી દઈએ અને આના ઉપર ચીઝ છીણીને નાખીશું ચીઝ ના નાખવું હોય તો skip કરી શકો છો અને ઓછું વધતું કરવું હોય તો પણ કરી શકાય આના ઉપર થોડો ટોમેટો કેચપ અને ચીલી ફ્લેક્સ ઉમેરીશું

7) અત્યારે આપણે ઓવનમાં બેક કરવાના છીએ એટલે ઓવનને ૧૮૦ ડિગ્રી ઉપર પાંચ મિનિટ માટે પ્રિ હીટ કરી લઈએ ઓવન પ્રિ હીટ થઈ જાય એ પછી બનાવેલા વેજી રોલ બેકિંગ ટ્રેમાં લઈને એટલે આમાં મૂકી દઈશું અને આને ૧૮૦ ડિગ્રી પર પાંચ મિનિટ માટે બેક કરી લો પાંચ મિનિટ પછી આ વેજીરોલ એકદમ સરસ રીતે બેક થઇ ગયા છે અને ચીઝ મેલ્ટ થવાથી આનો દેખાવ પણ ખુબ જ સરસ લાગે છે હવે આને સર્વિંગ ડીશમાં લઇ લઈશું

8) હવે આપણા ટેસ્ટી વેજીરોલ બનીને તૈયાર છે
