GMS-CMC,કન્ડેન્સ મિલ્ક ,ઇંડા કે વ્હિપ ક્રિમ વગર ઘરે બનાવો નેચરલ રાજભોગ આઇસ્ર્કિમ, Raj bhog Ice Cream

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘરે રાજભોગ આઇસક્રીમ કેવી રીતે બનાવવો એ જોઇશું આ આઇસક્રીમ ખુબ જ સરસ અને ડ્રાયફ્રૂટ થી ભરપૂર હોય છે સાથે જ આજે આપણે આઇસ્ક્રીમ બનાવવા માટે કોઈપણ જાતના કેમિકલ , વ્હીપ ક્રીમ , કન્ડેન્સ મિલ્ક કે ઈંડા નો ઉપયોગ કર્યા વગર આઇસ્ક્રીમ બનાવવાના છીએ અને આ આઈસ્ક્રીમ માર્કેટ કરતાં પણ ખુબ જ સરસ બનીને તૈયાર થાય છે તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનિટ

સર્વિંગ : 6 – 7 વ્યક્તિ

સામગ્રી :

500 ફૂલ ફેટ દુધ

1/2 કપ ખાંડ

1/4 કપ કપ મિલ્ક પાવડર

2 ચમચી મિક્સ મસાલા પાવડર

50 – 70 ગ્રામ મોળો માવો

2 ટીપા પીળો કલર

થોડા સમારેલા બદામ પિસ્તા

રીત :

1) સૌથી પહેલા દૂધને ગાળી ને એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ લઈશું હવે એમાંથી 100 -150 મિલી જેટલું દૂધ એક બીજા વાસણમાં લઈ લો અને આમા મિલ્ક પાવડર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દો આમા ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવાનું

2) હવે જે બાકી નું દૂધ છે એને મીડીયમ ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું દૂધ ગરમ થાય એટલે એમાં ખાંડ ઉમેરો અને મીડીયમ ગેસ ઉપર આપણે એને ઉકાળીશું

3) ખાંડ ઓગળી જાય પછી આમાં મિલ્ક પાવડરવાળું દૂધ ઉમેરી દઈશું અને આને મીડીયમ ગેસ ઉપર 15 થી 17 મિનિટ ઉકળવા દો દુધ આરીતે ઘટ્ટ થઇ જાય પછી ગેસ બંધ કરીને આની નીચે ઉતારીને ઠંડું થવા દઈશું

4) દૂધ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને એરટાઇટ ડબામાં ભરીને ફ્રીઝરમાં આઠથી દસ કલાક માટે કે આખી રાત માટે મૂકી દઈશું આઠથી દસ કલાક પછી આઇસ્ક્રીમ બેઝ આ રીતે સરસ સેટ થઈ જશે આપણે દસથી પંદર મિનિટ માટે રહેવા દઇશું

5) પછી એને એક મોટા વાસણમાં લઈને હેન્ડ મિક્ષર ની મદદથી વ્હીપ કરો એક વ્હીપ પછી એમાં ઘરની મલાઈ ઉમેરો અને મલાઈ ને પણ સરસ રીતે મિક્સ કરી દો તમારે મલાઈ ના બદલે વ્હીપ ક્રીમ ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકાય હવે એને પણ સરસ રીતે વ્હીપ કરી લઈએ

6) હવે આમાં માવો અને મિલ્ક મસાલા પાઉડર ઉમેરી દઈશું અને પછી આમાં બે ટીપા જેટલો ફૂડ કલર ઉમેરીને અને સરસ રીતે વ્હીપ કરી લો તમારે કલરના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો

7) આઇસ્ક્રીમ આ રીતે સરસ મિક્સ થઈ જાય એ પછી આપણે એને મોલ્ડ માં કે આ રીતે કેક ટીનમાં લઈ લઈશું પછી એના ઉપર ફરીથી મિલ્ક મસાલા નાખી અને થોડું સમારેલું બદામ-પિસ્તા ઉમેરીશું પછી એને એલ્યુમિનિયમ થી એને કવર કરીને ફ્રીઝરમાં આઠ થી દસ કલાક માટે કે આખી રાત માટે સેટ થવા માટે મૂકી દઈશું

8) બીજા દિવસે તમે જોશો તો આઈસ્ક્રીમ આ રીતે સરસ થઈ સેટ થઈ ગયો હશે તો હવે આપણે આને આઈસ્ક્રીમ સ્કૂપ ની મદદથી બહાર કાઢી ને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું એના ગાર્નિશીંગ માટે ઉપર થી આપણે સમારેલું બદામ-પિસ્તા ઉમેરીએ

9) હવે આપણા ઘરની સામગ્રીમાંથી બનાવેલો એકદમ સરસ ટેસ્ટી અને ક્રીમી રાજભોગ આઇસક્રીમ બનીને તૈયાર છે

Watch This Recipe on Video