હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મૂળાના પરોઠા , મૂળાના પરોઠા ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતા હોય છે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે આને તમે સવારના નાસ્તામાં કે બાળકોને લંચબોક્સમાં પણ બનાવીને આપી શકો છો આને તમે દહીં કે અથાણાં સાથે સર્વ કરી શકો છો તો ચાલો સરસ ટેસ્ટી મૂળાના પરાઠા કેવી રીતે બનાવવા જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સર્વિંગ : 4 પરોઠા
સામગ્રી :
2 મૂળા ભાજી વગરના
2 – 3 સમારેલા લીલા મરચાં
થોડી સમારેલી કોથમીર
1/2 ચમચી લાલ મરચું
થોડું ધાણા-જીરુ
થોડો ચાટ મસાલો
મીઠું સ્વાદ પ્રમાણે
તેલ પરોઠા શેકવા માટે
લોટ બાંધવા માટે :
100 ગ્રામ ઘઉંનો લોટ
2 ચમચી તેલ
પાણી જરૂર પ્રમાણે
રીત :
1) સૌથી પહેલા મૂળાને છોલીને છીણી ને તૈયાર કરી લો

2) પછી એને નિચોવીને એમાંથી બધું પાણી કાઢી લો આ પાણીને આપણે લોટ બાંધવા માટે ઉપયોગમાં લઇશું એટલે એને કપમાં કાઢી લો

3) લોટમાં તેલ નાખીને મિક્સ કરી લો.ત્યારબાદ જે મૂળા નીચોવીલુ પાણી છે એનો ઉપયોગ કરીને લોટ બાંધો પછી જરૂર પ્રમાણે સાદું પાણી ઉપયોગમાં લઈને આનો ઢીલો લોટ બાંધી ને તૈયાર કરવાનો છે

4) જે મૂળાનું છીણ નિચોવીને રાખ્યું છે એમાં બધા મસાલા કરીને મિક્સ કરી લો એમાંથી આ રીતે નાના નાના ગોળા બનાવી લો

5) લોટમાંથી એક લુવો બનાવીને નાની પુરી વણીને પછી એમાં બનાવેલો સ્ટફિંગ નો ગોળો મૂકો અને સરસ રીતે એને પેક કરી દો વધારાનો લોટ કાઢીને આનો લુઓ બનાવી લો

6) હલકા હાથે આમાંથી પરોઠું વણી ને તૈયાર કરો જરૂર પસે એમ ઘઉના લોટનું અટામણ લેતા જાવું

7) પરોઠાને શેકવા માટે તવી ગરમ કરવા માટે મૂકો તવી ગરમ થાય એટલે પરોઠા નો વણેલો ભાગ નીચે જાય એ પ્રમાણે પરોઠું તવી માં નાખો ને ધીમા ગેસ ઉપર શેકો પછી પરોઠું ફેરવીને મીડીયમ ગેસ ઉપર શેકો , તેલ મૂકીને પરોઠાને હલકા હાથે દબાવતા જઈ લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકવા નું છે

8) હવે આ સરસ મજાના મૂળાના પરોઠા બનીને તૈયાર છે અને દહીં કે અથાણાની સાથે સર્વ કરી શકો
