હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાંથી જ મળી જાય એવી સામગ્રીમાંથી બનતો નાસ્તો પૌવા ના પકોડા આ ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઓછી મહેનતમાં બનીને તૈયાર થઇ જાય છે આને તમે બાળકોને લંચબોક્સમાં કે સાંજે નાસ્તામાં પણ બનાવીને આપી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવા જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 થી 15 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સર્વિંગ : 3 – 4 વ્યક્તિ
સામગ્રી :
2 કપ જાડા પૌવા
3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા
સમારેલા લીલા મરચા
સમારેલી કોથમીર
1.5 ચમચી લાલ મરચું
ચપટી હળદર
1/2 ચમચી ગરમ મસાલો
થોડો ચાટ મસાલો
મીઠું સ્વાદ પ્રમાણે
થોડા ચીલી ફ્લેક્સ
થોડો આમચૂર પાવડર
2 ચમચી સોજી
2 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો
તેલ તળવા માટે
રીત :
1) સૌથી પહેલા પૌવા ને ચાળીને બે વાર ધોઈ લો

2) ત્યારબાદ એમાં સોજી નાખીને એની પર થોડું પાણી છાંટો અને આને 10 મિનિટ માટે રહેવા દો

3) દસ મિનિટ પછી પૌવા અને સોજી ને સરસ રીતે મસળી લો ત્યારબાદ તેમાં બાફેલા બટાકા અને બધા મસાલા કરી દો અને સરસ રીતે લોટ બાંધતા હોઇએ એ રીતે એને મિક્સ કરી લો

4) આ રીતે મિક્સ થઈ જાય એ પછી એમાંથી નાના નાના ગોળા બનાવીને તૈયાર કરો

5) હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે ગોળા આમાં નાખો અને એને મીડીયમ ગેસ પર સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે ધ્યાન રાખવું કે એકસાથે વધારે ગોળાના નાખવા નહીં તો જો તેલ નું ટેમ્પરેચર ઓછું થઇ જાય તો તેલમાં છૂટા પડી જાય આવા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે એને બહાર લઈ લો અને આજ રીતે બાકીના તળીને તૈયાર કરી લો

6) સરસ મજાના પકોડા બનીને તૈયાર છે તમે આને કેચપ કે કોથમીરની ચટણી સાથે સર્વ કરી શકો છો
