હેલો ફ્રેન્ડ આજે આપણે જોઇશું કે મેથીની ભાજીને આખું વરસ કેવી રીતે સ્ટોર કરવી ઘણા લોકો મેથીની ભાજીને સૂકવીને એટલે કે કસૂરી મેથી બનાવીને સ્ટોર કરતા હોય છે એ પણ દરેક રેસીપી બનાવવામાં ઉપયોગમાં નથી આવતી આજે આપણે જે મેથડ થી મેથી સ્ટોર કરવાના છીએ એનાથી ભાજી એવી ને એવી સરસ લીલીછમ અને તાજી રહે છે જેથી સીઝન વગર પણ તમારે જો મેથીની કોઈપણ રેસિપી બનાવી છે જેમકે મુઠીયા , ગોટા , થેપલા એ બધું તો આસાનીથી બનાવી શકો છો તો ચાલો અને કેવી રીતે સ્ટોર કરવી એ જોઈએ
સામગ્રી :
મેથીની ભાજી
રીત :
1) સૌથી પહેલા મોટા પત્તા વાળી જે મેથીની ભાજી આવે છે એને લઈને ચૂંટીને સાફ કરી લો

2) ત્યારબાદ એને ચોખ્ખા પાણીથી બે થી ત્રણ વાર જોઈ લો જેથી એમાં જે પણ માટી કે કચરો હોય એ નીકળી જાય અને ભાજી સરસ ચોખ્ખી થઈ જાય

3) આ રીતે ધોઈ લીધા પછી એને કાણાવાળા વાટકામાં કાઢીને અડધો કલાક માટે રહેવા દો જેથી વધારાનું પાણી નીકળી જાય

4) અડધો કલાક પછી મેથીની ભાજીને કોટનના કપડાને ઉપર પાથરી દો અને એને બે કલાક સુધી સરસ કોરી થાય ત્યાં સુધી એને રહેવા દો

5) પછી એને સમારી ને તૈયાર કરો

6) ભાજી સમારી લઈએ પછી એને એક ઝીપ પાઉચ માં ભરીને સ્ટોર કરવાની છે આ રીતે તમારે જેટલી પણ ભાજી સ્ટોર કરવી હોય એ પ્રમાણે પાઉચ બનાવીને તૈયાર કરી દેવા

7) ત્યારબાદ તેને ડીપ ફ્રીઝરમાં મૂકી ને સ્ટોર કરો જ્યારે પણ ભાજીને ઉપયોગમાં લો છો ત્યારબાદ ફરીથી પાઉચ પ્રોપર બંધ કરીને ફ્રીઝરમાં મૂકી દેવુ જેથી ભાજી આવીને આવી સરસ તાજી રહે ભાજી ને આપણે ધોઈને જ પેક કરી છે એટલે ઉપયોગમાં લેતાં પહેલાં ફરીથી ધોવાની જરૂર નથી પડતી ભાજીને સમારીને સ્ટોર કરતી વખતે એમાં પાણીનો ભાગ ના હોય એ વાતનું ખાસ ધ્યાન રાખો નહીં તો ભાજી લાંબો ટાઈમ સુધી સારી નહીં રહે અને ચીકણી થઇ જશે
